Friday, 10 April 2015

Bharat ratna award vise


 
 - વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ 
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે 
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી. 
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે. 
- આ પદકથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે 'ભારત રત્ન' ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.
- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને 'ભારત રત્ન' પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
- અત્યાર સુધીમાં  43 લોકોને 'ભારત રત્ન 'થી સન્માનિત કરવામાં આવ્યા છે. 
- હાલમાં માત્ર છ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, અમતર્ય સેન, ડૉ. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, યુએનઆર રાવ તથા અટલ બિહારી વાજપેયી
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા ભારતીય નાગરિકો પણ દેશનાં સર્વોચ્ચના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત 
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા
- 'ભારત રત્ન' મેળવનારા સચિન પ્રથમ ખેલાડી
- ધોંડો કેશવ કર્વેને જ્યારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર 100 વર્ષ હતી. 
- સચિન પહેલા સૌથી યુવાન 'ભારત રત્ન' વિજેતા રાજીવ ગાંધી હતા. તેમને 47 વર્ષની ઉંમરે
આ પદક આપવામાં આવ્યું હતું. આ પદક તેમને મરણોપરાંત અપાયું હતું.  


ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્માન 'ભારત રત્ન' છે. કોઇપણ એક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિ આ સન્માન  માટે પસંદ કરવામાં આવે છે. મેડલનો દેખાવ પીપળના પાન જેવો હોય કે જેના પર દેવનગરી ભાષામાં 'ભારત રત્ન' લખાયેલું હોય છે. શરૂઆતના સમયમાં 'ભારત રત્ન'  પદકનો વ્યાસ 35 મીમી રહેતો. તે સૂરજ આકારનું હતું. તેની ઉપર હિન્દી તથા અંગ્રેજીમાં 'ભારત રત્ન' લખેલું રહેતું. હવે જે પદક આપવામાં આવે છે, તે 5.8 સેમી લાંબુ તથા 4.7 પહોળું હોય છે. તે પીપળાના આકારનું હોય છે. તે 3.1 મીમીના ટોન્ડ પિત્તળનું બનેલું હોય છે. જેની ઉપર સૂર્યનો આકાર હોય છે. નીચે માત્ર હિન્દીમાં ' ભારત રત્ન' લખેલું હોય છે. પાછળના ભાગમાં દેશનું રાષ્ટ્ર ચિહ્ન તથા આદર્શ વાક્ય હોય છે. મેડલનું ચિહ્ન તથા પદકની બહારની રીમ પ્લેટિનમની બનેલી હોય છે. તે 51 મીમી લાંબી શ્વેત રીબિન સાથે જોડાયેલી હોય છે. રીબીનની ડિઝાઈનને વિજેતાના ગળાના આધારે ડિઝાઈન કરવામાં આવે છે. 

તા. ૨ જાન્યુઆરી, ૧૯૫૪ ના રોજથી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ એવોર્ડની શરુઆત કરેલી. એ સમયે ફક્ત જીવિત વ્યક્તિઓને દેશ સેવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવતો. મરણોપરાન્ત 'ભારત રત્ન' મેળવનાર પ્રથમ વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હતા. વલ્લભાઇ પટેલને તેમના મૃત્યુ પછી, ૪૧ વર્ષે એટલે કે ૧૯૯૧ માં ભારત રત્ન એનાયત થયેલો. કુલ ૪૩ લોકોને 'ભારત રત્ન' એવોર્ડ આપાયો છે.



'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિને મળતા વિશિષ્ટ લાભ
- ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ
- ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ
- ભારતના વડાપ્રધાનના પગારની 50% કે તેના બરાબર જેટલી રકમનું પેન્શન
- સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે
- કેબિનેટ કક્ષાનો ક્રમાંક આપવામાં આવે
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના ગવર્નર, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપવડાપ્રધાનો, લોકસભા સ્પીકર અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પછી દેશના 'સાતમા ક્રમાંક'ના અતિ મહત્વના વ્યક્તિ તરીકે 'ભારત રત્ન' થી સન્માનિત નાગરિકોની ગણના 
- જરૂર પડે તો ‘Z' કેટેગરીની સુરક્ષા મેળવી શકે
- પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિને ખાસ મહેમાન બની શકે
- વીવીઆઇપીના બરાબર દરજ્જો મળે
- 'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિના સગા-સંબંધીમાંથી કોઇપણ વ્યક્તિને સરકારી નોકરી મળી શક


No comments:

Post a Comment