નાકમાંથી ધડધડ લોહી વહેવડાવતી નસકોરી ફૂટવાની સારવાર
અચાનક જ નાકમાંથી લોહી પડે એને આપણે સામાન્ય રીતે નસકોરી ફૂટવી અને મેડિકલ ર્ટિમનોલોજીમાં Epistaxis તરીકે ઓળખવામાં આવે છે. નાનાં બાળકોમાં તથા ઘરડા માણસોમાં અવાર-નવાર નસકોરી ફૂટવી એ ઘણી જ સામાન્ય બાબત છે. તેનાથી ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણો 1. જ્યારે કોઈ પણ ઋતુ બદલાય ત્યારે તેની સૌથી વધુ અસર નાક પર જોવા મળે છે. અતિશય ગરમી અથવા ઠંડીમાં નાકની આગળના ભાગની ચામડી સૂકી પડી જાય છે અને ત્યાં છોડ જેવું બાઝી જાય છે અને તે છૂટું પડતા નાકમાંથી લોહી આવે છે. 2. ઘણી વાર ઊંચા બ્લડપ્રેશર તથા લોહીમાં અમુક તત્ત્વોની ઉણપને કારણે તથા મોટી ઉંમરે લોહી પાતળું કરવા માટે લેવામાં આવતી દવાઓ જેમ કે એસ્પિરિન વગેરેના કારણે પણ વારંવાર નાકમાંથી લોહી આવે છે. 3. નાકના રોગો જેવા કે સાઇનુસાઇટીસ, નાકમાં થતાં ફંગલ ઇન્ફેક્શન જેવાં કે રાઇનો સ્પોરીડીઓસીસ તથા નાકમાં થતી ગાંઠ જેવી કે એન્જિયો ફાઇબ્રોમાં તથા કેન્સરની ગાંઠને કારણે પણ વારંવાર નાકમાંથી લોહી આવે છે. સારવાર 1. અતિશય ઠંડી કે ગરમીના દિવસોમાં નાકની ચામડી સૂકી ના પડી જાય તે માટે કોલ્ડ ક્રીમ અથવા ઘી કે ઓઈલ લગાવી નાકની અંદરની ચામડી થોડી ભીનાશવાળી રાખવી જોઇએ. 2. નાનાં બાળકો તથા સામાન્ય વ્યક્તિએ જ્યારે પણ નાકમાંથી લોહી આવે, ત્યારે તાત્કાલિક નાકનો સોફટ ભાગ પર બંને બાજુએથી દબાણ આપીને વચ્ચેથી દબાવીને મોં વડે શ્વાસ લેવો જોઇએ. પાંચથી સાત મિનિટ આ પ્રમાણે દબાણ આપીને બેસી રહેવું જોઇએ. 3. જો બ્લડપ્રેશરની બીમારી હોય તો તાત્કાલિક બ્લડપ્રેશર ચેક કરાવી લેવું જોઇએ અને તાત્કાલિક એને અંકુશમાં રાખવાની દવા લેવી જોઈએ. 4. જે વ્યક્તિઓ લોહી પાતળું થવાની દવાઓ વગેરે લેતા હોય તો તેમના ડોક્ટરની સલાહ મુજબ બંધ કરવી જોઇએ અને તેમણે દર બેથી ત્રીજે મહિને પ્રોથોમ્બિન ટાઈમ નામનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ. આમ છતાં નાકમાંથી લોહી પડવાનું ચાલુ રહે તો નાકની અંદર નેઝલ પેકિંગ રાખીને નાકને થોડો સમય બંધ રાખવું જોઈએ. 5. ઠંડા પાણીની ધાર માથા પર રેડવાથી પણ નાકમાંથી લોહી આવતું બંધ થઈ જશે.
share it frds
No comments:
Post a Comment