મંદિર કે જળાશયોમાં શા માટે ફેકાય છે સિક્કા?
મંદિર હોય કે પછી નદી કે તળાવ, તમે જોયું હશે કે લોકો મંદિરના પ્રાંગણમાં અને અને જળાશયોમાં સિક્કા ફેંકતા હોય છે. ગંગા નદીમાં પણ શ્રધ્ધાળુઓ સ્નાન કરીને પૈસા ફેકતા હોય છે. ઘણાં લોકો એવા હોય છે કે પાણીમાં પૈસા ફેંકનારને અંધવિશ્વાસુ સમજે છે. પાણીમાં સિક્કા ફેકનારાનું માનવું છે કે એવું કરવાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ જે ચાલતો હોય તો તે દૂર થઈ જાય છે. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. અને જીવનમાં ખુશીઓ આવે છે. આપણને પ્રશ્ન થાય છે કે કોનું માનવું? એ લોકોનું જે નદીમાં સિક્કા ફેંકવાને અંધવિશ્વાસ માને છે તેમનું કે તે લોકોનું જે તેને ઈશ્વર કૃપાનું સાધન સમજે છે તેઓનું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પાણીમાં સિક્કા ફેંકવાની પરંપરા એ દિવસથી ચાલી આવે છે જ્યારે તાંબાના સિક્કાનું ચલણ હતું. તાંબાને શુદ્ધ ધાતુ માનવામાં આવે છે એટલે તેનો વપરાશ પૂજા-પાઠમાં થતો હતો. તાંબાને સૂર્ય ધાતુ માનવામાં આવે છે અને તે આપણા શરીરમાટે પણ ઉપયોગી તત્વ છે. તાંબાના સિક્કા પાણીમાં ફેંકીને આપણે સૂર્ય અને આપણા પિતૃઓને બતાવીએ છીએે કે હે દેવ અને પિતૃઓ અમે જળના માધ્યમથી પોતાના શરીરની રક્ષા માટે જરૂરી તાંબું મેળવી લીધું છે. અમને તે આપના માધ્યમથી પ્રાપ્ત થયું છે માટે આભાર અને ઋણ સ્વીકાર રૂપે જળના માધ્યમથી તમે પણ તાંબાનો સ્વીકાર કરો. લાલ કિતાબમાં પણ સૂર્ય અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે તાંબાને વહેતા જળમાં પ્રવાહિત કરવાનું વિધાન છે. જોકે, હવે તાંબાના સિક્કા હોતા નથી. સ્ટેનલેસ સ્ટીલના સિક્કાને તે પરંપરાને આધારે પાણીમાં ફેંકવામાં આવે છે.
Tuesday, 14 April 2015
મંદિર કે જળાશયોમાં શા માટે ફેકાય છે સિક્કા?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment