News
હવે શિક્ષકોએ આટલા બધા દિવસ ભણાવવું પડશે
ગુજરાતમાં શિક્ષણ જગતમાં ઉનાળુ વેકેશન પડવાના થોડાક દિવસો બાકી છે ત્યારે શિક્ષણ બોર્ડે વર્ષ 2015-16નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડરમાં રજાના દિવસ અને શિક્ષણના દિવસનો ઉલ્લેખ કર્યો છે. નવા કેલેન્ડર પ્રમાણે શિક્ષકોએ 240 દિવસ વિદ્યાર્થીઓને ભણાવવા પડશે. શિક્ષણ બોર્ડના સંશોધન વિભાગ દ્વારા તૈયાર કરેલ અને બોર્ડની શૈક્ષણિક સમિતિએ મંજૂર કરેલ વર્ષ 2015-16નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. નવા વર્ષમાં કયા દિવસે શાળાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ નવા વર્ષમાં શાળાઓમાં 240 દિવસ શૈક્ષણિક કાર્ય શરૂ રહેશે અને 80 જેટલી રજાઓ રહેશે. શાળાઓએ આ કેલેન્ડર મુજબ અનુસરવા બોર્ડ દ્વારા સુચના આપવામાં આવી છે. પ્રથમ સત્ર તા. 8-6થી 8-11-2015 સુધી એટલે કે 121 દિવસનું રહેશે. 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. દ્વિતિય સત્ર 30-11થી 1-5-2015 એટલે કે 121 દિવસ ચાલશે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તા. 2-5-2016થી 5-6-2016 એમ 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. વર્ષ દરમિયાન કેટલી રજા રજા દિવસ જાહેર રજા - 22 દિવાળી વેકેશન - 21 ઉનાળુ વેકેશન - 35 સ્થાનિક રજા - 02 કુલ - 80
Saturday, 18 April 2015
હવે શિક્ષકોએ આટલા બધા દિવસ ભણાવવું પડશ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment