JEE મેઇનમાં પહેલી વખત ચાર માર્કસનું ગ્રેસિંગ અપાશે
ફિઝિક્સ અને મેથ્સના પેપરમાં બે પ્રશ્નો ખોટા હતા.ડિગ્રી એન્જિનિયરિંગની નામાંકિત કોલેજોમાં પ્રવેશ માટે તા.૪ એપ્રિલે જેઇઇ મેઇન લેવામાં આવી હતી. તાજેતરમાં આ પરીક્ષાની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં બે પ્રશ્નોના જવાબો ખોટો હોવાનું બહાર આવતાં સેન્ટ્રલ બોર્ડ દ્વારા પ્રથમ વખત વિદ્યાર્થીઓને ચાર માર્કસનું ગ્રેસિંગ આપવાનું નક્કી કરાયું છે. AIEEEના સ્થાને જેઇઇ આવ્યા બાદ પહેલી વખત ગ્રેસિંગની જાહેરાત કરવામાં આવી છે. જેઇઇ મેઇનમાં વિદ્યાર્થીઓને ફિઝિક્સ અને મેથ્સનું પેપર સૌથી વધારે અઘરુ લાગ્યુ હતુ. આ પરીક્ષા પુરી થયા બાદ બે પ્રશ્નો ખોટા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ કરી હતી. તા. ૧૮મી એપ્રિલે આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જેમાં બે પ્રશ્નો ખોટા હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. આ ખોટા પ્રશ્નોના વિદ્યાર્થીઓને ચાર માર્કસ આપી દેવાનું નક્કી કરાયું છે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી આન્સર કીમાં કોઇ વિદ્યાર્થીઓને ભૂલ કે ક્ષતિ જણાય તો તેને ચેલેન્જ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઓનલાઇન ચેલેન્જ કરવા માટે આજે છેલ્લો દિવસ હતો. આ પરીક્ષાનું પરિણામ આગામી તા.૨૭મીએ જાહેર થવાનું છે. જો કે, સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા સામે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ કહે છે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આન્સર કીમાં પણ અનેક પ્રકારની ભૂલો છે. જે જવાબો સાચા છે તેને બોર્ડ દ્વારા ખોટા અને જે ખોટા છે તેના બોર્ડે સાચા જવાબો ઠરવ્યા હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીઓએ કરી હતી.
share it frds
No comments:
Post a Comment