Saturday 25 April 2015

MY HAPPYNESS---મારી ખુશી

૨૬-૪-૨૦૧૫ 
  મીરાં રાઠોડ 







આજે મારા જીવન ના  એક અમૂલ્ય દિવસ  ને આવકારતા હું ખુબ  ખુશી અનુભવું  છું .આજે વિદ્યાસહાયક તરીકે ના ૫ વરસ નો સમય પૂર્ણ થયો . 
આજ ના દિવસ ની ખુશી નો એક અલગ  જ એહસાસ છે .આ દિવસે મારા જીવન માં પ્રેરણા અને જીવન ના દરેક સમયે દરેક પરિસ્થિતિ માં મને માર્ગદર્સન અને સાથ સહકાર, હૂફ , લાગણી ના અમૃત દ્વારા જીવન ના આ સફળતા અપાવી છે  એ સહુ ને મારા હર્દય પૂર્વક નમન .

******************************************







મારા પાપા એટલે શ્રી છગન લાલ એટલે મારા જીવન ની પ્રેરણા અને ઈશ્વર ની સક્ષાત મૂર્તિ .
એમનો એ હસતો ચેહરો અને પ્રેરણા આપતું વ્યક્તિત્વ હમેશા જીવન ઉપયોગી બોધ અને જીવન જીવવા ની કળા સમજાવતા વાક્યો આજે પણ મારા જીવન ને માર્ગદર્સન આપે છે .તે મારા જીવન ના સાચા માર્ગદર્સક અને પથ દર્સક છે .બાલ્યાવસ્થા થી આંગળી પકડી ને ચાલતા શીખવી મોટા થયા પછી પણ હમેસા મારા જીવન ના સાચા પથ દર્સક બની જીવન ની સાચી દિશા બતાવી છે .તેમના પ્રેરણા આપતા શબ્દો આજે પણ જીવન માં એમના આશીર્વાદ સમાન હમેશા મારી સાથે રહી ને જીવન ની સાચી પ્રેરણા આપે છે .મારા જીવન માં મારા સાચા પથ દર્સક અને માર્ગદર્સક બની હમેસા મને શુભ અશીસ આપતા મારા પાપા ના ચરણો માં સત સત નમન 


**********************************






"મીઠા મધુ ને મીઠા મેહુલા  રે  લોલ

 જનની ની જોડ સખી નહિ જડે રે લોલ "

પંક્તિ યાદ આવતા  મારી માતા નો એ વહાલ ભર્યો અવાજ એમની યાદ સ્વરૂપે કાન માં મીઠો રણકાર કરે છે.હા મારા માતા શ્રી ચતુરબેન ડાભી ..એટલે મારા જીવન ની ૧ અમૂલ્ય વ્યક્તિ.  માતા શબ્દ માં જ મધુરતા હોઈ છે ત્યારે મારા માતા એ તો સર્વશ્રેષ્ઠ છે .પોતાના પ્રેમ થી મારા જીવન માં સુવાસ ફેલાવી જીવન ની સાચી દિશા સાથે સંસ્કારો આપી જીવન ની સાચી દિશા બતાવી છે ..એમનો આશીર્વાદ રૂપ અવાજ આજે પણ મન ને ૧ અદભુત શાંતિ આપે છે.

મારી માતા ના ચરણો માં વંદન ....����


*****************************************










રાઠોડ જયદિપ સિંહ એટલે મારા જીવન નું ૧ એવું નામ ,૧ એવા વ્યક્તિ કે જેમના માટે માટે મારું સમગ્ર જીવન સમર્પિત છે . મારા 

પતિ  .

જીવન માં હમેસા મારો હાથ પકડી સાચો રસ્તો બતાવી જીવન ની શ્રેષ્ઠતા માટે એમનો આભાર માનું એટલો ઓછો છે .

વિશ્વાસ પ્રેરણા જેવા શબ્દો નો સાચો અર્થ તમે મને સમજાવ્યો છે.જીવન ની દરેક પરિસ્થિતિ માં તમે સાથ આપી ને મારી હિંમત માં વધારો કર્યો છે .જીવન ના ઉચા વિચારો અને જીવન ની અનમોલ ખુશી તેમનો ઉપહાર છે.૫ વરસ સુધી મારા થી દુર રહી ઘર ની અને દીકરી ઝીલ ની જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવી છે .તમારી પ્રેરણા અને સાથ સહકાર વગર આજ નો દિવસ જ મને તમારી અમૂલ્ય ભેટ સ્વરૂપે મળ્યો છે .

તમે મને જીવન ની બધી જ ખુશી  આપી છે ..તમારી પ્રેરણા અને તમારો હાથ પકડી જીવનના આ તબક્કે પહોંચી છું .જીવન માં આ જ રીતે હમેશા  મારી  સાથે રેહજો અને તમારા આશીર્વાદ હમેશા મારા પર વરસાવતા રેહજો ..������

******************************************









મારા મોટા ભાઈ શ્રી દિનેશ ભાઈ ડાભી 
એ પણ મારા એક સાચા પ્રેરણા દાયક છે .એમની પ્રેરણા અને સાથ થી જીવન નું ઉચું ધ્યેય પ્રાપ્ત અને જીવન ની સાચી દિશા ના દર્સન થયા છે .જીવન માં સાચા પથ દર્સક બની રેહવા બદલ તમારો સાચા હૃદય પૂર્વક આભાર .હમેશા તમારી પ્રેરણા અને સુભાશિસ આપતા રહો એ જ પ્રાથના .������

**********************************










મારી ઢીંગલી એટલે મારી દીકરી ઝીલ .
નાની ઉમર માં  જ ૧ સમજણી દીકરી માટે કોને ગર્વ ના હોય ??
મારા વગર મારી દીકરી ૫ વરસ રહી છે  .આ ૫ વરસ માં હમેશા પોતાની સમજણ અને પ્રેમ દ્વારા હમેશા મને સાથ આપ્યો છે .માતા વગર રેહવું એ ખુબ જ કઠીન કામ મારી દીકરી એ પોતે કરી હમેશા મને સાથ આપ્યો છે .મને હમેશા મારી દીકરી માટે માન રહેશે ..
મારી દીકરી ને મારી ખુબ ખુબ યાદ અને ઘણું બધું વહાલ ...

*********************************








મારા ભાભી પણ મારા ભાઈ ના પગલા પર ચાલી હંમેસા મને સાથ આપ્યો છે .જીવન ની મુશ્કીલ પરિસ્થિતિ માં હમેશા મારા સાચા પથ દર્સક બની મને પ્રેરણા આપી છે .તેમના અનુભવો ના જ્ઞાન થી જીવન ના ઉપયોગી મુલ્યો નું જ્ઞાન આપી જીવન નો સાચો રસ્તો બતાવ્યો છે.તે હમેશા મારા માટે પૂજનીય છે ..

એમના આશીર્વાદ હમેશા આપતા રહે એ જ ઈચ્છા અને પ્રાર્થના ����



**********************************







મારા સાસુમા એટલે કે કાશી બેન રાઠોડ 

મારા માતા 

અને મારા માટે ખુબ  જ પૂજનીય ...

એમના ઉપકાર હું માનું એટલા ઓછા છે .

આખું જીવન પ્રયત્ન કરું તો પણ એમના ઋણ ચૂકવી શકું નહિ ..

જીવન માં માતા તરીકે બિરાજનાર મારા આ સાસુ માં એટલે સક્ષાત પ્રેમ અને કરુણા ની મૂર્તિ ..

૫ વરસ કોઈ પણ ફરિયાદ કે અણગમા વગર આખા ઘર ની જવાબદારી નિભાવી અને સાથે જ મારી દીકરી ઝીલ ને ૧ માતા તરીકે રાખી અને એને માતા ની ગરજ નથી પાડવા દીધી .

હમેશા હસતો ચેહરો અને જીવન માં આગળ વધવા ની પ્રેરણા અને માર્ગદર્સન આપતા મારા આ માતા એ મારા માટે હંમેસા પૂજનીય છે .એમના ચરણો માં મારા કોટી કોટી વંદન 

એમના આશીર્વાદ હંમેસા મારી સાથે છે અને એમના પ્રેમ રૂપી સુભ અશિસ  હમેશા મળતા રહે એ જ પ્રભુ ને પ્રાથના



*********************************










રેખા બેન  એટલે મારા મોટા બેન જેમને હમેશા મને દરેક કામ માં સાથ અને સહકાર આપ્યો છે તો આ પ્રસંગે એમને ના જ ભૂલી શકાય. .તેમના અનુભવો ના જ્ઞાન થી જીવન ના ઉપયોગી મુલ્યો નું જ્ઞાન આપી જીવન નો સાચો રસ્તો બતાવ્યો છે.તે હમેશા મારા માટે પૂજનીય છે .તેમને હંમેસા મને પ્રેરણા આપી છે .જીવન માં હંમેશા મને મદદ કરી છે .હમેશા એમનો આશીર્વાદ રૂપી હાથ મને શુભ આશીસ આપતો રહે એ જ પ્રાર્થના ����


**********************************






રાઠોડ રેખા બેન એટલે મારા નણંદ નાની એટલે ઉમર માં 
જ્ઞાન માં તો એ મારા થી પણ આગળ છે .જીવન ઉપયોગી મુલ્યો અને સમાજ જીવન ના અગત્ય ના મુલ્યો નું જ્ઞાન આપી હંમેસા મારા દરેક કામ માં મને સાથ સહકાર આપ્યો છે .હંમેસા દરેક પરિસ્થિતિ માં મારી સાથે રહી મારી હિંમત વધારી છે .આ માટે તેનો હૃદય પૂર્વક આભાર અને દિલ થી આશીર્વાદ ����


*********************************








જીવન ના શ્વાસ માં એમની જ યાદ માં 

હોવું જોઈએ મારું પણ નામ એમના વિચાર માં 



હા મારા બાળકો મારા વિદ્યાર્થીઓ નો પણ ખુબ ખુબ આભાર જેમને મને ખુબ જ માન -સન્માન ,પ્રેમ ,આદર અને સાથ સહકાર આપ્યો છે .હમેશા મારા માટે એ ગુલાબ ના ફૂલ ની જેમ મહેકતા એ મારા પ્રેમાળ બાળકો જીવન માં ખુબ  જ પ્રગતિ કરે અને હમેશા આગળ વધતા રહે ..એ જ આશીર્વાદ અને પ્રભુ ને પ્રાર્થના 



***-****************************




આ સાથે જ મારા વ્યવસાયિક જીવન માં મને મદદ કરનાર મારા સહ કર્મચારી અને મિત્રો નો પણ ખુબ જ આભાર માનું છું .જેમને હંમેશા મને મદદ કરી છે .
૧-ચૌહાણ હિતેશ ભાઈ  --આચાર્ય 
૨- પટેલ દિનેશભાઈ મોતીભાઈ --સિદ્ધપુર 
૩-રાઠોડ ચંદુલાલ રામજીભાઈ -મોવણ
 ૪-રાવત નયનાબેન - મોવણ 
૫-મરખી ભાઈ ભાટિયા 
૬-કરંગીયા નારણભાઈ દેવાતભાઈ - મોવણ

આ સાથે જ એ બધા નો હૃદય પૂર્વક આભાર માનું છું જેમને હંમેસા મને મદદ કરી છે .પ્રેરણા અને માર્ગદર્સન આપી હંમેસા જીવન માં આગળ વધવા ની પ્રેરણા આપી છે .
આ સાથે જ જો જાણ્યે અજાણ્યે મારા થી કોઈ ભૂલ કે કોઈ ને મન દુખ થતા કોઈ ની લાગણી દુભાઈ હોઈ તો હું સાચા હૃદય થી માફી માંગું છું .
********************************************************************


આ સાથે જ જીવન ની કપરી પરિસ્થિતિ માંથી પસાર થતા કેહવા નું મન માં વિચાર આવે છે કે જે રીતે વરસો પેહલા મીરાં એ પરિક્ષા આપી હતી એ જ રીતે મેં પણ જીવન માં અનેક સમસ્યા જોઈ છે અને લાગે છે કે મીરાં નો સમય બદલાયો છે કપડા બદલાયા છે પણ સમાજ ની દ્રષ્ટી નથી બદલાઈ .
સમાજ ની દ્રષ્ટી તો સુરદાસ ને પણ સરમાવે એવી છે .
આજે દીકરી ને સમાન દરજ્જો આપવા માં આવતો નથી .ભણાવવા માં આવતી નથી ..કારણ કેહ્સે કે અપના સમાજ માં છોકરીઓ ના ભણે ..
આવા સમાજ ને સુધારવો છે 
દીકરીઓ ભણે અને આગળ વધે 
વિકસતા સમય માં એમનું પણ યોગદાન હોઈ.
તેમના માં પ્રેરણા નું સિંચન કરવું છે.

અત્યાર સુધી આ માટે વિચાર આવતા હતા પણ હવે આ માટે હિમત આવી ગઈ છે .
અને આ માટે હું મારા થી બનતા બધા જ પ્રયત્નો કરીસ ..
સાથે આપ સહુ નો સાથ અને સહકાર મળી રહે તો સોના માં સુગંધ ભળે .
આ જ હવે મારા જીવન નું ધ્યેય અને લક્ષ્ય છે .
મને વિશ્વાસ છે કે હું સફળ થઈ મારા સમાજ ની દીકરીઓ માટે કૈક કરીશ અને ૧ નવા સમાજ ની તરફ અગ્રેસેર થઇ આગળ વધીસુ .. 

આ માટે આપ સહુ નો સહકાર અનિવાર્ય છે 




આપ સહુ એ આ પોસ્ટ વાંચી મારા વિચારો ને વાચા આપવા પ્રયત્ન કર્યો એ બદલ આપ સહુ નો આભાર .

આભાર એ ઈશ્વર નો કે જેને મને આ લાયક બનાવી ..




3 comments:

  1. ખૂબ સરસ આપે આપના જીવન માં જે ઉપયોગી થયા છે તેની કૃતજ્ઞનતા વ્યક્ત કરી છે ખૂબ ઓછા લોકો અપ્પણી જેમ પ્રમાણિક હોય છે
    બાકી બધાને આ અનુભવ હોય છે પણ ખુલાદિલ થી વ્યકત કરતાં નથી
    આપ ધન્ય છો ...લાખ લાખ સલામ

    ReplyDelete
  2. ખુબ સરસ... પ્રગતિ કરતા રહો...

    ReplyDelete
  3. અભિનંદન અને શુભેચ્છાઓ !!

    ReplyDelete