ભારત સામાજીક પ્રગતિ સૂચકાંકમાં 133 દેશોમાંથી 101મા ક્રમે
અમેરિકાની સોશિયલ પ્રોગ્રેસ ઇમ્પેરેટિવ દ્વારા પ્રકાશિત સામાજીક પ્રગતિ સૂચકાંકમાં 133 દેશોમાંથી ભારત 101મા સ્થાને રહ્યું. ટોચના પાંચ દેશો - નૉર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નેધરલેન્ડ અને ન્યુઝલેન્ડ. ગિની, અફ્ઘાનિસ્તાન, ચાડ, મધ્ય આફ્રિકન ગણરાજ્ય છેલ્લા ક્રમે.
12APRIL
સિયોલે ગ્લોબલ અર્થ અવર કેપિટલ 2015 અર્થ સિટી ચેલેન્જ જીતી
જળવાયુ પરિવર્તનથી નીપટવા માટે વ્યાપક અભિગમ અને પુન:પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવાના પ્રયાસોના કારણે સાઉથ કોરિયાની રાજધાની સિયોલે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) દ્વારા યોજાયેલ અર્થ અવર સિટી ચેલેન્જમાં ગ્લોબલ અર્થ અવર કેપિટલનો ખિતાબ જીત્યો.
12APRIL
આયુષ્યમાન ખુરાના વિંગ્સ ફોર લાઇફ વર્લ્ડ રનના બ્રાન્ડ એમ્બેસેડર
ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાના વિંગ્સ ફોર લાઇફ વર્લ્ડ રનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત. આનું આયોજન 3 મે 2015ના થશે. આનું આયોજન એવા લોકોને સમર્થન આપવા કરાય છે, જેઓની કરોડરજ્જુ ઇજાગ્રસ્ત હોય અને સરળતાથી ચાલી શકતા ન હોય.
12APRIL
ભરત હરિ સિંઘાનિયા જે કે કંપની ગ્રુપના અધ્યક્ષ નિયુક્ત
ભરત હરિ સિંઘાનિયા જે કે કંપની ગ્રુપના અધ્યક્ષ નિયુક્ત. ભરત હરિ સિંઘાનિયા પાંચ દાયકા કરતાં વધુ સમયથી કંપનીનું કામકાજ જોઈ રહ્યા હતા. તેઓ જે કે પેપર, જે કે લક્ષ્મી સિમેન્ટ તથા ગ્રુપની અન્ય કંપનીઓના પણ અધ્યક્ષ છે.
12APRIL
ડૉ. નસિમ ઝૈદી ભારતના 20મા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત
ડૉ. નસિમ ઝૈદી ભારતના 20મા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત. તેમણે હરીશંકર બ્રહ્માનું સ્થાન લીધું. તેઓ 19 એપ્રિલ 2015ના રોજ પદભાર સંભાળશે. બંધારણની કલમ 324(2) હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિનો અધિકાર રાષ્ટ્રપતિને છે.
12APRIL
ધનુષ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
ભારતે પરમાણુ શસ્ત્રોને લઈ જવામાં સક્ષમ ધનુષ મિસાઇલનું ઓરિસ્સાના બાલેશ્વર કિનારેથી સફળ પરીક્ષણ કર્યું. ધનુષ સ્વદેશી ટેકનિકથી બનેલ પૃથ્વી મિસાઇલનું નૌકા રૂપાંતર છે. તેની મારક ક્ષમતા 350 કિમી છે. તે 500 કિગ્રા સુધી પરમાણુ શસ્ત્ર લઈ જવામાં સક્ષમ છે.
11APRIL
ફિફા દ્વારા પ્રસ્તુત વર્લ્ડ ફૂટબૉલ રેંન્કિંગમાં ભારત 147મા સ્થાને
ફિફા દ્વારા પ્રસ્તુત વર્લ્ડ ફૂટબૉલ રેંન્કિંગમાં ભારત 147મા સ્થાને રહ્યું. ફિફા દ્વારા જારી કરાયેલ આ રેંન્કિંગમાં જર્મની પોલ પોઝિશન (પ્રથમ સ્થાન) પર છે. આ રેંન્કિંગ અનુસાર એશિયન દેશોમાં ભારતનું 24મુ સ્થાન છે. બ્રાઝિલ પાંચમા સ્થાને પહોંચી ગયું છે.
Sunday, 19 April 2015
some special current afairs
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment