આધાર જેનો હાથની લકીર હોય છે ,
એના સીનામાં ક્યાં કદી ખમીર હોય છે !
-હરજીવન
પાનખરમાં લીલા વગડા થઇ ગયા,
આ તરફ શું એનાં પગલાં થઇ ગયા ?
-ડો.રશીદ મીર
બસ કરો ભૈ, કેટલું સાંખી શકીશ ?
કોઇ દી'નહીતર ધડાકો થઇ જઇશ !
-પંકજ વખારિયા
સાંકળ જો બંધ હોય તો ખોલીને નીકળું,
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું.
-રમેશ પારેખ
દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે !
-ધ્વનિલ પારેખ
એ સત્ય છે કે વેદના કેવળ વધી જ છે,
મારી બધી જ મુંઝવણ મારા સુધી જ છે.
-સ્નેહલ જોશી
કોઇને આમ સમજાયો,
કોઇને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તો યે
ન પૂરો પ્રેમ સમજાયો.
-હરજીવન દાફડા
મેં જરા અમથી હવા ચાખી હતી, પાંખ મારી કોતરી નાખી હતી;
તમે દાદ ન આપી એટલે પડતી મૂકી,
મારી પાસે તો ગઝલ આખી હતી - ખલીલ ધનતેજવી
ઊઠી લોબાનની ખુશ્બૂ શરૂ થ્યા જાપ મારામાં,
મૂકીને સાથિયા પર પગ,
પધાયાઁ આપ મારામાં.
-સ્નેહી પરમાર
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું બધું જ હોય તો છોડી બતાવ તું.
-રાજેશ વ્યાસ
સમંદરનેય તળિયું છે, સપાટી છે,
પરંતુ માનવી અદ઼ભૂત માટી છે.
-સ્નેહલ જોષી
Saturday, 18 April 2015
suvichar
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment