રિયલ ન્યૂઝ
સરકારીકાર્યક્રમો
ધોરણ 1 થી 5 ની નાની શાળાઓમાં વિધ્યાર્થીઓના ભવિષ્ય સામે તોળાતો ખતરો
છેલ્લા કેટલાક સમયથી જયારે શિક્ષણના નામે મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આપણા રાજ્યમાં ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં હજુ સુધી શિક્ષણ નબળું છે. ભૌગોલિક પરિસ્થિતિ વિપરીત હોય તેવા ડુંગરાળ વિસ્તારોમાં હજુ શાળાઓ ધોરણ 1 થી 5 ની જ રહેવા પામેલ છે. જયાં બાળકોની સંખ્યા 90 થી 120 સુધીની હોય છે. ત્યાં કાર્ય કરતા શિક્ષકો 1 થી 4 ની સંખ્યામાં હોય છે. પરંતુ આવી શાળાઓમાં એક કે બેજ શિક્ષકો હોય અને સરકારી કાર્યક્રમો અને પરિપત્રોનો કાર્યબોજ હોય, ત્યારે બાળકોના ભણતરનું શું? આવી શાળાઓમાં બાળકોનું ભવિષ્ય શૂન્યવત્ હોય છે. શિક્ષકોને નવરાશ મળે તો શિક્ષણકાર્ય કરાવેને!!
આવી શાળાઓનાં બાળકો શિક્ષણથી હંમેશને માટે વંચિત રહી જાય. પરિણામે ડ્રોપઆઉટ દર પણ રહ્યો છે. પછાત વિસ્તારોમાં ગરીબીને લીધે બાળમજૂરી પણ વધુ જોવા મળે છે. બીજી બાજુ આજકાલ શિક્ષકોને પણ મજૂરી ઓછી નથી અપાતી. શિક્ષણના નામે ધાંધિયા. આવી શાળાઓમાં કયારેક મુખ્યશિક્ષક એકલા જ હોય છે તો આવ સમયે બાળકોને કોણ ભણાવશે?
શાળાઓને અપગ્રેડ કરવાની વાત તો બાજુ પર રહી પણ જે સ્થિતિ છે એય કંઇ ઓછી ભયંકર નથી. સરકારનું ધ્યેય શિક્ષકને પત્રકો , ઊજવણીઓ , ને કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવો અને બાળકોનું જે થવું હોય તે થાય? ઓનપેપર કરાવો? એવોર્ડ લેવા સરકારને ભોગ લેવાય નિર્દોષ બાળકોના સમગ્ર જીવનનો!!!!!
@ અજ્ઞાત રિપોર્ટર @
No comments:
Post a Comment