ખરતા વાળને રોકો ફક્ત 5 ટિપ્સ દ્વારા
વાળ ખરવા પાછળ અનેક સામાન્ય સમસ્યા હોઈ શકે છે. અત્યારની આધુનિક લાઈફ સ્ટાઈલ, પ્રદુષણ, ભેળસેળીયું ખાવાનું વગેરે જેવા પરિબળો વાળ ખરવા પાછળના કારણો હોય છે.વાળને ખરતા રોકવા માટે આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો. કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં. પૌષ્ટિક-સમતોલ અને ફાઈબર વાળો આહાર હોવો જોઈએ. રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું. અહિ કેટલાક ઉપાય બતાવવામાં આવ્યાં છે તે અજમાવો અને મેળવો આ સમસ્યાથી છૂટકારો. 1.લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાડવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે. 2.ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે. 3.ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ. 4.રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે. 5.આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો. રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજg માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.
share it frds
No comments:
Post a Comment