Wednesday 20 May 2015

પ્રા. શિક્ષકોના બદલી કેમ્પના નિયમોમાં આંશિક સુધારા

પ્રા. શિક્ષકોના બદલી કેમ્પના નિયમોમાં આંશિક સુધારા

- વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મહેકમ દર્શાવાશે

ભુજ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં થનારા પ્રા.શિક્ષકો અને વિદ્યાસહાયકોના ઓનલાઇન બદલી કેમ્પમાં શિક્ષણના હિતને ધ્યાનમાં લઇને કેટલાક આંશિક સુધારા કરવામાં આવ્યા છે, જેનો અમલ ચાલુ વર્ષ પૂરતો મર્યાદિત રહેશે.

નિયામક કચેરીને કેટલાક જિલ્લાઓની પ્રા.શાળાઓના સેટઅપમાં ધો.1થી 7ની શાળામાં 60 કરતાં ઓછા બાળકો અને 4 શિક્ષકોનું મહેકમ હોય, જ્યારે બીજી બાજુ નિમ્ન પ્રા. વિભાગમાં કામ કરતા શિક્ષકોને વિકલ્પના આધારે ઉચ્ચ વિભાગમાં સમાવાતા ધો.1થી 5માં ઘટ થઇ હોવાનું ધ્યાને આવ્યું છે. રાજ્યના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકની વ્યાપક ઘટ છે. આ વિસંગતતા નિવારવા તેમજ આ સંજોગોમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાને લઇ તે વિસ્તારની પ્રા.શાળાઓમાં શિક્ષણ પર વિપરતી અસર ન થાય તે માટે ચાલુ વર્ષ પૂરતું ધો.1થી 7ની પ્રા.શાળાઓમાં 60 વિદ્યાર્થી સુધી 2, 90 સુધી 3 અને 120 સુધી 4 શિક્ષકોનું મહેકમ ગણી તે મુજબ જગ્યાઓ બદલી કેમ્પમાં દર્શાવવાની રહેશે.

આ ઉપરાંત જે શાળાઓમાં કુલ મંજૂર મહેકમના 10 ટકા જગ્યાઓ ખાલી હોય, તે જગ્યાઓ બદલી કેમ્પમાં દર્શાવવાની રહેશે નહીં. જોકે, ગણિત-વિજ્ઞાનના શિક્ષક માટે આ નિયમનો બાધ રહેશે નહીં, જે શાળાઓમાં 10 ટકાથી વધારે જગ્યાઓ ખાલી હોય તો 10 ટકા જગ્યાઓ ખાલી રાખીને બાકીની જગ્યાઓ દર્શાવવાની રહેશે.

અગાઉના બદલી કેમ્પમાં જે શિક્ષકોની બદલી થઇ છે, પરંતુ વહીવટી કારણોસર છૂટા થયા નથી. તેમને જે શાળામાંથી બદલી થઇ તે જગ્યા બદલી કેમ્પમાં દર્શાવવાની રહેશે, તેવું રાજ્ય પ્રાથમિક શિક્ષક સં મંત્રી હરિસિંહ જાડેજા અને મીડિયા કન્વીનર દિનેશ શાહની યાદીમાં જણાવાયું છે

Good morning....


No comments:

Post a Comment