Thursday 21 May 2015

ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ.

����������
������ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ.������

➡૧. અંબાજી શક્તિપીઠ :

ગુજરાતની ઉત્તરમાં આવેલા અરાવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે.તેમા આરાશુરનુ શિખર છે.એવુ કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા
    આરાસુર નો સંહાર કર્યો હતો.આરાસુર ઉપરાંત માએ મહીષાસુર,ધુમ્રલોચન, અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો.અહીં અખંડ ઘી નો દીવો આજે પણ બળે છે.આ મંદીરનો વિસ્તાર ચાચર
    ચોકના નામથી પણ ઓળખાય છે.આ મંદીરમાં પગ મુકતા મનની મલીનતા દુર થઈ જાય છે એવુ કહેવાય છે.આ શક્તિપીઠમાં બાળક્રૃષ્ણની બાબરી ઉતારવાનો સંસ્કારવિધી થયેલી
    એવુ પુરાણોમાં લખેલુ છે.આમ આ શક્તિપીઠ શ્રીક્રુષ્ણના ચરણસ્પર્શ થી પણ પાવન થયેલી છે.ગબ્બર પર્વત ના આરાશુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરી ને પડ્યો હતો.
     એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે.ઘણાય પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે.

➡૨. પાવાગઢ શક્તિપીઠ :

અરવલ્લિની ગીરીમાળા ઉત્તરથી શરુ થઈ દક્ષિણ ગુજરાત સુધી છે.પૂર્વ ગુજરાત માં પાવાગઢ આવેલો છે.એક લોકવાયકા મુજબ આ ડુંગર જેટલો બહાર છે તેનાથી
ત્રણ ગણો જમીનમાં અંદર છે.એટલે એનુ નામ પાવાગઢ પડ્યુ છે.શંકુ આકાર ધરાવતા આ ડુંગર પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળિ અહીં પડી હતી.અહીંયા
     જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે.મંદીરમાં ગર્ભગ્રુહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે.બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે.આ મહાકાળી      સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.રક્તબીજને એવુ વરદાન હતુકે તેના લોહીના દરેક બિંદુ માથી તેન જેવાજ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય.મહાકાળીમાએ હાથમા ખપ્પર
     ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પ્રુથ્વી પર્ ના પડ્વા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો.આ ઉપરાંત્ માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો.
     પાવાગઢ માથી વિશ્વામીત્ર નામનુ ઝરણૂ નીકળે છે.જે આગળ જઈને વિશ્વામીત્ર નદી બને છે.

➡૩. બહુચરાજી શક્તિપીઠ
: ગુજરાતની મધ્ય ઉત્ત્તરે આવેલો પ્રદેશ ચુવાળ પંથક તરીકે જાણીતો છે.અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો.આથી આ સ્થળ
બાળા (બહુલા નુ ટૂકૂ રુપ) ત્રિપુરા સુંદરી નૂ પ્રસ્થાપન થયુ. આજે આ સ્થળ બહુચરાજી ના નામે ઓળખાય છે.આપના પુરાણો માં પૌરષત્વ આપનારી શક્તિ તરિકે માતા બહુચરા નો ઉલ્લેખ છે.������������


No comments:

Post a Comment