Tuesday 2 June 2015

ગુજરાતના અભ્યારણ્યો ક્રમ જિલ્લો અભ્યારણ રક્ષિત વિસ્તાર મુખ્ય વન્ય પ્રાણીઓ

��ગુજરાતના અભ્યારણો
����������������������������
��ગિર સિંહનું અભયારણ્ય

➡સ્થળ : Gir Somanath જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્તાર : 1412 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્તકાલય છે. વન્ય પ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્ઠ સમય : જાન્યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.

��બરડા : સિંહ અભયારણ્ય

➡સ્થળ : porbandra
જિલ્લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર : 192 ચોરસ કિ. મી.
વન્ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર,નીલગાય, વાંદરા.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલ્વે મથક : રાણાવાવ-પોરબંદર

��સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય

➡સ્થળ : જામનગર જિલ્લો, કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં.
વિસ્તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.

��વેળાવદર : કાળિયાર અભયારણ્ય

➡સ્થળ : ભાવનગર જિલ્લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે.
વિસ્તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.

��ઘુડખર અભયારણ્ય

➡સ્થળ : સુરેન્દ્રનગર/કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્છના નાના રણમાં
વિસ્તાર : 4953 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ,નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ

��નળસરોવર પક્ષી અભયારણ્ય

➡સ્થળ : સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ-સુરેન્દ્રનગરના રસ્તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્પુનબીલ, બાજ અને સ્થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.

��રતનમહાલ : રીંછ અભયારણ્ય

➡સ્થળ : પંચમહાલ જિલ્લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય,ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ

��જેસોર : રીંછ અભયારણ્ય

➡સ્થળ : બનાસકાંઠા જિલ્લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ,શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.

��ડુખમલ : રીંછ અભયારણ્ય

➡સ્થળ : ભરૂચ જિલ્લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્તાર : 151 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા,ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.

��હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

➡સ્થળ : રાજકોટ જિલ્લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર :7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્ટ હાઉસ.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

➡ગુજરાતના અભ્યારણ્યો
ક્રમ જિલ્લો અભ્યારણ રક્ષિત વિસ્તાર
મુખ્ય વન્ય પ્રાણીઓ
����������
������������
������������
��1 બનાસકાંઠા બાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય
રીંછ, નીલગાય, ઝરખ

��2 બનાસકાંઠા જેસોર રીંછ અભ્યારણ્ય
રીંછ, નીલગાય, ઝરખ

��3 સુરેન્દ્રનગર
ઘુડખર અભ્યારણ્ય
ઘુડખર, નીલગાય

��4 કચ્છ સૂરખાબનગર અભ્યારણ્ય
ચિંકારા, વરૂ

��5 કચ્છ નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય
ચિંકારા, નીલગાય,હેણોતરો

��6 પોરબંદર બરડા અભ્યારણ્ય
દીપડો, નીલગાય

��7 જામનગર ગાગા અભ્યારણ્ય
પક્ષીઓ

��8 જામનગર ખીજડીયા અભ્યારણ્ય
પક્ષીઓ

��9 જામનગર દરિયાઈ અભ્યારણ્ય (જામનગર)
દરિયાઈ જીવસૃષ્ટિ

��10  ગીર Somnath અભ્યારણ્ય
સિંહ, દીપડો, ઝરખ,ચિત્તલ, વાંદરા, સાબર


��11 પોરબંદર પોરબંદર અભ્યારણ્ય
યાયાવર પક્ષીઓ

��12 રાજકોટ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય
ચિંકારા, વરૂ, નીલગાય

��13 કચ્છ કચ્છ ઘોરાડ અભ્યારણ્ય
ચિંકારા, ઘોરાડ

��14 અમરેલી પાણીયા અભ્યારણ્ય
ચિંકારા, સિંહ, દીપડો

��15  morbi
રામપરા અભ્યારણ્ય
ચિંકારા, વરૂ, નીલગાય

��16 અમદાવાદ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય
યાયાવર પક્ષીઓ
સુરેન્દ્રનગર

��17 નર્મદા dediyapada શૂળપાણેશ્વર અભ્યારણ
રીંછ, દીપડો, વાંદરા

��18 પંચમહાલ જાંબુઘોડા અભ્યારણ્ય
દીપડો, રીંછ, ઝરખ

��19 ડાંગ પુર્ણા અભ્યારણ્ય
દીપડો, ઝરખ

��20 મહેસાણા
Kadi  થોળ અભ્યારણ્ય
પક્ષીઓ

��21 દાહોદ રતનમહાલ અભ્યારણ્ય
રીંછ, દીપડો

��22 અમરેલી મિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય
સિંહ, દીપડો, હરણ

������������


No comments:

Post a Comment